>

Frequently Asked Questions

ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય અને પગ વધારે ભીના થતા હોવાથી આંગળા વચ્ચે સાફ કરી તે ભાગને સૂકો રાખવો જોઇએ નહિતર આંગળાં વચ્ચે ફૂગ થવાની શક્યતા રહે છે.

પગમાં પંજાનો કોઈ પણ ભાગ મરી જાય તેને ગેન્ગ્રીન કહેવાય. જો લોહી ન ફરવાથી મરે તો તે ભાગ કાળો થઈ જાય છે તેને સૂકો ગેન્ગ્રીન છે. જો રસીને કારણે મરી જાય તો તેમાં ખૂબ દુર્ગંધ આવતી હોય છે જેને ભીનો ગેન્ગ્રીન કહેવાય. સૂકો ગેન્ગ્રીન જલદી ફેલાતો નથી. ભીનો ગેન્ગ્રીન જલદી ફેલાય છે.

ઘરની બાલ્કની, ફળિયું, રસ્તો, મંદિરની લાદી ખૂબ ગરમ હોય ઉઘાડા પગે ચાલવું નહિ. નહિતર ક્યારે ફોડલા થાય- દાઝી જવાય તેની ખબર જ પડે નહિ. તેથી જાડા સુતરાઉ મોજા પહેરી રાખવા.

પગમાં વાઢિયા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું. તે ઉપરાંત બહુ ઠંડી હોય ત્યારે શેક કરતી વખતે પગ દાઝી ન જાય તેનું ધ્યાન રાખવું. તાપણું કરી શેક ન કરવો, નહિતર ફોડલા થાય પછી જ ખબર પડે.

પગ સિવાય , આંતરડા, એપેન્ડિક્સ, શુક્રપિંડ, પિત્તાશય, હોજરી, વગેરેમાં પણ જુદા જુદા કારણોસર ગેન્ગ્રીન થઈ શકે.